ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 101 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
- દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.89 ટકા પાણીનો સંગ્રહ
- 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
- સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 58.41% પાણીનો સંગ્રહ
જ્યારે 102 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. તો રાજ્યના 14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. 76.21% વરસાદના કારણે રાજ્યમાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 28.90% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 45.29% પાણી, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 74.89% પાણી, કચ્છના 20 ડેમોમાં 70.09% પાણી અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 58.41% પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે.