ગુજરાતમાં આગામી 24 કલાક દર્મીયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતના તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. અગાઉ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે , ગુજરાતમાં 4 થી 7 જૂનની વચ્ચે વાવાઝોડુ આવવાની શક્યતા છે.