સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શ્રમજીવીનગર વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૭૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બંદી દુર કરવાં માટે સધન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય,
જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓ દ્વારા
જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી ની સુચના અને માર્ગદર્શન હેઠળ
આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાના શ્રમજીવીનગર વિસ્તારમાં રામાપીરના મંદિર સામેની શેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા
છ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭૨૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપીની વિગત :
(૧) મંગળુભાઇ ભાણભાઇ વીંછીયા ઉ.વ.૫૩, ધંધો. ખેતી, રહે.સાવરકુંડલા, શ્રમજીવીનગર, જી.અમરેલી,
(૨) જયરાજભાઇ આપાભાઇ ધાધલ ઉ.વ.૩૩,ધંધો.હીરાકામ, રહે.સાવરકુંડલા, જેસરરોડ, જલારામ સોસાયટી, જી.અમરેલી,
(૩) ધીરૂભાઇ ભગુભાઇ બોરીયા ઉ.વ.૫૦, ધંધો. હીરાકામ, રહે. સાવરકુંડલા,શ્રમજીવીનગર, જી.અમરેલી,
(૪) ચંપુભાઇ બાલુભાઇ ખુમાણ ઉ.વ.૪૦,ધંધો.હીરાકામ, રહે.સાવરકુંડલા, શ્રમજીવીનગર, જી.અમરેલી,
(૫) પ્રકાશભાઇ દેવકુભાઇ વાળા ઉ.વ.૪૦, ધંધો.હીરાકામ, રહે.સાવરકુંડલા, જેસરરોડ, જલારામ સોસાયટી, જી.અમરેલી,
(૬) દેવકુભાઇ બાલુભાઇ ખુમાણ ઉ.વ.૫૦,ધંધો.ડ્રાઇવીંગ, રહે.સાવરકુંડલા,શ્રમજીવીનગર, જી.અમરેલી,
• પકડાયેલ મુદ્દામાલની વિગત :
(૧) રોકડા રૂ. ૧૭૨૮૦૦-
(૨) ગંજી પત્તાના પાના નંગ-૫ર કિં.રૂ. ૦૦/૦૦
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી તથા એ.એસ.આઇ. હિગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ, વનરાજભાઇ ગભાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.