બોટાદ જીલ્લો ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૨ કોમર્સ ફેકલ્ટીના રીઝલ્ટમાં પાંચમાં ક્રમે આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ હોય ત્યારે બોટાદ જિલ્લામાં પણ ધોરણ ૧૨ ની પરીક્ષાનું આજે પરિણામ હતું બોટાદમાં ધોરણ ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને સારું એવું પરિણામ મેળવેલ છે ત્યારે બોટાદ જીલ્લો ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૨ ના બોર્ડની પરીક્ષામાં ૭૩.૨૭% ટકા માર્ક મેળવી પાંચમા ક્રમે આવેલ છે જે બોટાદ જિલ્લા માટે ગૌરવની વાત છે. અને બોટાદ જીલ્લાનું ૮૪% પરિણામ આવેલ છે
જ્યારે બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળ માં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી પંડ્યા પ્રિયા નામની વિદ્યાર્થીનીએ ૯૯.૯૯% માકઁ મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ છે જે સમગ્ર ગુજરાતમાં બોટાદ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે
આમ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા સારી એવી મહેનત કરી બોટાદનું નામ રોશન કરવા માટે સફળ પ્રયત્ન કરેલ છે જે વિદ્યાર્થીઓ સારા ક્રમે ઉતીર્ણ થયેલ છે.. બોટાદ જિલ્લા નું ગુજરાત સ્તરે નામ રોશન કરનાર પ્રિયા પંડ્યા ને સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલક માધવ સ્વામી તેમજ સમગ્ર શિક્ષક ગણ અને બોટાદ જિલ્લાના જાગૃત નાગરિકોએ વિદ્યાર્થીને સફળતા બદલ શુભકામનાઓ પાઠવી હતી
Dharmendra lathigara Botad