નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠાની સમીક્ષા બેઠક યોજાઈ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા, ડીજીવીસીએલ તથા પાણી પુરવઠા સાથે મળીને થાંભલા ઉભા કરવા સહિતની તમામ કામગીરી અંગે શ્રી ગાંધી માહિતગાર થયા હતા. શ્રી ગાંધીએ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.