કંકાલ ગામ નજીક નાળા ઉપરથી ટ્રેકટર પતિ જતા સર્જાયો અકસ્માત : એક નું થયું મોત : બે ને પહોંચી ઇજા

મળતી માહિતી અનુસાર ગત રોજ 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ કામના ટ્રેક્ટર ચાલક અર્જુનભાઈ પુનિયભાઈ વસાવા પોતાના કબજાનું ટ્રેક્ટર ગાડી નંબર GJ 22 A 4373 નંબરનું ટ્રેકટર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોજે ડેડીયાપાડાથી કંકાલ તરફ જવાના રોડ ઉપર કંકાલ ગામની ખાડી પાસે આવતા અચાનક ગાડીના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર નાળા ઉપરથી પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સોમાભાઈ જાતરભાઈ વસાવા ને શરીરે ઓછી વત્તી ઇજા પહોંચી તથા કાલિદાસભાઈ રમેશભાઈ વસાવા ને ખભાના ભાગે ઓછી વત્તી ઇજા પહોંચી તથા મોતીલાલભાઈ રમણભાઈ વસાવાને પગના ગુટણના ભાગે ફ્રેક્ચર તથા શરીરે નાની મોટી ઇજાઓ તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનું સ્થળ પણ મોત થયું હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસ ને થતા ડેડીયાપાડા પોલીસ સ્ટાફ ના માણસો તત્કાલીન ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....