જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ટીંબી ગામે આરોગ્ય વિભાગ અમરેલી જીલ્લાની સુચના થી ટીમ્બીઆરોગ્ય વિભાગના અધિકારીઓ અને પોલીસ દ્વારા પાનના ગલ્લાઓ પર તમાકું નું વેચાણ કરતી દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું...
જાફરાબાદના ટીંબી ગામે અમરેલી જીલ્લાના આરોગ્ય અધિકારી જોષી સ ની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. ટીંબી. નાં મેડીકલ ઑફિસર ડો. દક્ષાબેન મેવાડા. સુપરવાઇઝર ભાવસિંહભાઈ તથા મનીષભાઈ દ્વારા પોલીસ સાથે રાખી ને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ટીંબી ગામે આવેલ શાળા કોલેજોના આસપાસના વિસ્તારોમાં પાન ગલ્લા ધરાવતા દુકાન ધારકો બનાવટી તમાકુનું ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ દંડ વસૂલ કરી ૨૦૧૩ ની કલમ નો ભંગ કરનાર પાનના ગલ્લા માલિકો વિરુદ્ધ દંડ વચૂલી કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ સરકારી, અર્ધ સરકારી ગ્રામપંચાયત, સ્કૂલ, જેવી ગ્રામ્ય ઓફિસોની બાજુમાં તમાકુ તેમજ તમાકુને લગતી પ્રોડકટોનું વેચાણ કરવું તે દન્ડનીય અને સજા પાત્ર હોય, જેથી ૩૧મી મે નારોજ વિશ્વ તમ્બાકુ નિયઁત્રણ દિવસ જાહેર કરાયો હોય જે દિવસને અનુલક્ષીને ૧૯ વર્ષની નીચેની વયજૂથના પુરુષો કૅ મહિલાઓ આવા સરકારી સાહસો ની ૨૦૦ મીટર ની ત્રિજ્યામા આવા કોઈ બનાવટ નું સેવન કરતા હોય, તે બાબત અમરેલી જિલ્લા આરોગ્ય કચેરી દ્વવારા અમરેલી જિલ્લા ના શહેરી કૅ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હોય, જેથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવા તમ્બાકુ વેંચતા દુકાનદારો, લારી, ગલ્લાઓ, વાળા પાસેથી ડુપ્લીકેટ તમ્બાકુ, ગુટકા, જે માનવ આરોગ્ય જોખમાય તેવા તમ્બાકુ ની બનાવટો ઉપર તવાઈ શરૂ કરી દન્ડ વસુલી પણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી