પાલનપુર તાલુકાના માનપુર ગામે ખેતરમાં થયેલી સિંચાઇની પાઇપોની ચોરીનો ભેદ તાલુકા પોલીસે ઉકેલ્યો હતો..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
ચોરી કરનારા કરજોડાના શખ્સની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કરાયો હતો. પાલનપુર તાલુકાના માનપુરમાં લાલજીભાઈ દલજીભાઈ પ્રજાપતિના ખેતરમાંથી તા.24 મે 2023 ના રોજ રાત્રિના નવ વાગ્યાથી તા. 25 મે 2023 ના રોજ સવારે સાત વાગ્યા દરમિયાન રૂપિયા 20,000ની ટપક સિંચાઈની પાઇપોના બંડલ નંગ 11ની ચોરી થઇ હતી, આ અંગે તેમણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..
જેની તાલુકા પી.આઇ એ.વી. દેસાઇ એ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી..
જેમાં પાલનપુર તાલુકા ના કરજોડાના અર્જુનભાઇ બેચરભાઇ ઠાકોરે ચોરી કરી હોવાનું જાણવા મળતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરી હતી..
પોલીસે અર્જુન પાસે થી પાઇપોના 6 બંડલ કિંમત રૂપિયા 12,000 તેમજ ગુનામાં વપરાયેલ એક્ટીવા સહીત નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી..