દેશ ના 51 શક્તિપીઠમાં અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે, શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ ઉપર આવેલું છે..
અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે..
અંબાજી મંદિર માં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, ત્યારે અંબાજી મંદિરમાં વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે 28 મે ના રોજ સવારે અમદાવાદ થી હેલિકોપ્ટર દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા સુધી આવ્યા હતા, ત્યારબાદ દાંતા હેલીપેડ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..
ત્યારબાદ તેઓ મોટર માર્ગે અંબાજી આવ્યા હતા ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક સાથે તેઓ અંબાજી મંદિરમાં આવ્યા હતા..
અંબાજી મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં બપોર ની આરતી નો લાભ લીધો હતો, અને ત્યાર બાદ તેમને અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરી હતી..
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને વિશેષ પૂજા કરાવવામાં આવી હતી..
ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમ વખત અંબાજી યાત્રાધામ ખાતે આવ્યા હતા, અંબાજી ની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના અને દર્શન કર્યા બાદ તેઓ માતાજી ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું..
ત્યારબાદ અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ ચઢાવી હતી ત્યારબાદ તેઓ ગબ્બર ખાતે પણ માતાજીના દર્શન કરવા ગયા હતા અને ગબ્બર ખાતે પણ તેમને માતાજી ની પૂજા અર્ચના કરી હતી અંબાજી મંદિર માં તેમને માતાજીની પૂજા અર્ચના કરી ત્યારે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી..
અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા 2000 રૂપિયાની નોટ પણ માતાજી ને ભેટ સ્વરૂપે ચઢાવી હતી આજે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. દાંતા થી અંબાજી અને ગબ્બર અને ઇસ્કોન તરફ ના માર્ગ પર પોલીસ દ્વારા બેરીકેટ પણ મૂકવામાં આવ્યા હતા, અને ભારે ભીડ તેમને જોવા માટે પણ આવી હતી..
મિડીયા સાથે ની વાતચીતમાં તેમણે માં અંબા અને હનુમાનને યાદ પણ કર્યા હતા અને ગુજરાત ના લોકોને પાગલ કહેવા ઉપર તેમને જવાબ પણ આપ્યો હતો, અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા તેમને માતાજી ની છબી પણ ભેટ સ્વરૂપે અપાઈ હતી..