રૂંઢ ભીલવાડા ગામની સિમ વિસ્તારોમાં થિ વરલી મટકાના આંકડા લખતા એક આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે રૂઢ ભીલવાડા ગામની સીમ વિસ્તારમાં એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વરલી મટકાના આંક ફરકના આંકડા લખે છે. જે બાતમીના આધારે રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો મોજે રૂંઢ ભીલવાડા ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી બસીરભાઈ ઉસ્માનભાઈ મલેક રહે રાજપીપલા બાવાગોર ટેકરીનાઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વરલી મટકાના આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડતા ઝડપાઈ આવ્યો.

રાજપીપલા પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ ઝડતી લેતા મળેલા રોકડા રૂપિયા 250 તથા આંકડા લખેલી સ્લીપ બુક, કાર્બન પેપર, બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ ₹250 ના મુદ્દા માલ સાથે સદર આરોપી બસીરભાઈ ઉસ્માનભાઈ મલેકને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ રાજપીપલા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે......