જુનાગઢ ઉપરકોટમાં આવેલ હિન્દુ મુસ્લીમના ધાર્મિક સ્થાનકો/દરગાહો સરકારી તંત્ર દ્વારા ડીમોલેશન કર્યાના સમાચાર મળતા તાત્કાલીક મેસેજ કરીને જુનાગઢ નરસિંહ વિધ્યા મંદિરના ગ્રાઉન્ડમાં મુસ્લીમ સમાજની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં બે હજાર જેટલા મુસ્લીમ બિરાદરો એકત્રીત થયા હતા. જેમાં કોર્પોરેટરોમાં અદ્રેમાનભાઈ પંજા, રાજુભાઈ સાંધ, ઈબ્રાહીમભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી વિગેરે અને હુસેનભાઈ દલ, ઈમ્તિયાઝ ખાન પઠાણ, અલીભાઈ સાંધ, અસલમભાઈ કુરેશી, યુસુફભાઈ મલેક, હનીફ બાબા, અશરફભાઈ હાલા, આદમભાઈ હાલા, શરીફભાઈ હાલા, ઈસ્માઈલભાઈ દલ, હાસમભાઈ હિંગોરા, ડૉ. હારૂનભાઈ વિશળ, રહીમભાઈ જુણેજા, મુજાહીદભાઈ મલેક, સલીમભાઈ અઝહરી વિગેરે આગેવાનો તથા મુફતીઓ અને મૌલવીઓ સહીતના હાજર રહ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

     હુસેનભાઈ દલ, ઈમ્તિયાઝ ખાન પઠાણ, રાજુભાઈ સાંધ વિગેરે એ સંબોધન કર્યું હતું અને આ બાબતે મુસ્લીમ સમાજના આગેવાનો એ અત્યારસુધીમાં કરેલ કાર્યવાહી અને હવે પછી કરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત સમજુતી આપી હતી.

     ઉપરકોટ ઉપર શું શું ડીમોલેશન થયું છે તે જાણવા મુસ્લીમ સમાજના આગેવાનો સ્થળ ઉપર જઈ ખરાઈ કરવા માંગતા હોય મંજુરી મળવા રજુઆત કરી હતી. જે અન્વયે તંત્ર તરફથી મંજુરી આપવામાં આવી હતી.

     આ મીટીંગ બિલ્કુલ શાંતમય વાતાવરણમાં પુરી થઈ હતી. હવે પછી પણ કાયમ માટે આવી જ શાંતી જાળવી રાખવા આગેવાનો એ મુસ્લીમ બિરાદરોને વિનંતિ કરી હતી અને નામ. હાઈકોર્ટમાં રીટ પીટીશન પેન્ડીંગ છે તેમાં રજુઆત કરી નામ. હાઈકોર્ટથી ન્યાય મેળવવા સર્વ સંમતીથી નક્કી થયું હતુ.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ 

*M8780666396*