સાસુ ગાળો ભાંડતી, પતિ મહાસય જીણી જીણી બાબતોમાં મેણાં ટોણા બોલી શારીરિક માનસિક ત્રાસ આપતાં.

 આ બનાવ અંગે રેખાબેન મુકેશભાઈ મકવાણા ઉંમર વર્ષ ૨૨એ પતિ મુકેશભાઈ ઘુઘાભાઈ મકવાણા, સસરા ઘુઘાભાઈ જીણાભાઇ મકવાણા, સાસુ સાકરબેન ઘુઘાભાઈ મકવાણા,વિરૂધ્ધ ખાંભા પોલીસ મથક માં ફરિયાદ આપતાં જણાવ્યું હતું કૅ રેખાબેન નાં લગ્ન ને આઠ વર્ષ થવા સતા નાની નાની બાબતોમાં મેણાં ટોણા બોલી શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી તેમના પતિએ ત્રણ દિવસ પહેલા ગાળો આપી શશરી રે ઢીંકા પાટુનો મૂંઢ માર મારતા સસરા એ પણ જેમ ફાવે તેમ બોલી વાળ પકડી ઢસડી માર મારેલો અને સાસુએ પણ ગાળું આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ ખાંભા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી આ બાબતે ખાંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.