DEESA // ગંભીર ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી ને પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા
ગુજરાત રાજ્યમાં ગુનાખોરે નો પ્રમાણ વધતા શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ - ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી નાઓએ રાજ્ય તથા આંતર રાજ્યના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ આપેલ સુચના મુજબ, શ્રી કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક, ડીસા વિભાગ નાઓએ નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સારૂ આપેલ સુચના મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી. એસ.એ.ગોહીલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ
રાજસ્થાન રાજ્ય ના જાલોર જિલ્લા ના કરડા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં- ૭૦૫૧/૨૦૨૩ ભારતીય દંડ સંહીતા કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૪, ૧૨૦(બી) નજબના ગંભીર ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે ખોટા આધાર કાર્ડ બનાવી પરિવાર જનોને ફસાવી છોકરી ના ખોટા પિતા બની લગ્ન કરાવી ૨૦ લાખ રૂપિયા પડાવ્યા બાબતના રાજસ્થાન ના જાલોર જિલ્લા ના કરડા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં- ૦૦૫૧/૨૦૨૩ ભારતીય દંડ સંહીતા કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૪, ૧૨૦ (બી) મુજબના ગંભીર ગુનાના કામે નાસતો ફરતો આરોપી મીઠાલાલ ચુનીલાલ જાતે.રાજપુરોહિત ઉ.વ.૬૪ ધંધો.રી.ડ્રાઇવિંગ રહે. ડીસા ગૌરીનંદન સોસાયટી તા. ડીસા જી.બનાસકાઠા વાળાને આજ રોજ ડીસા મુકામે પકડી CRPC કલમ ૪૧(૧) આઇ મુજબ અત્રેના પો.સ્ટે મુકામે અટક કરી આગળની કાર્યવાહી સારૂ રાજસ્થાન જી.જાલોર કરડા પો.સ્ટે પો.સ્ટે જાણ કરી સોપેલ છે..
કામગીરીમાં રોકાયેલ અધિકરી/કર્મચારી..
ડીસા દક્ષિણ પોલીસ પીઆઇ શ્રી એસ.એ.ગોહીલ.. અ.હેડ.કો. અશોકસિંહ મગનસિંહ, અ.હેડ.કો સમીઉલ્લાખાન અબ્દુલખાન, અ.હેડ.કો. કેવળભાઇ ગલાલભાઇ, અ.પો.કો ભરતભાઈ ગોરધનજી, અ.પો.કો રાંમજીભાઈ ડુંગરભાઈ
દ્વારા પકડાયેલ નાસતો ફરતો આરોપી :-
મીઠાલાલ ચુનીલાલ જાતે રાજપુરોહિત રહે. ડીસા ગૌરીનંદન સોસાયટી તા.ડીસા જી.બ.કાં ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..