ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અમીરગઢ પાસે આવેલી રાજસ્થાન ની માવલ પોલીસ ચેકપોસ્ટ પર થી કન્ટેનર માં મેડિકલ કોલેજ ના સમાન ની આડમાં વિદેશી દારૂ ગુજરાત માં પ્રવેશે તે પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે..
જેમાં કન્ટેનર રાજસ્થાન તરફ થી દારૂ ભરી ગુજરાત માં ઘુસાડે તે પહેલા રાજસ્થાન પોલીસ ને કન્ટેનર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરતા મોટી માત્રા માં દારૂ મળી આવ્યો હતો..
જેથી પોલીસે કન્ટેનર સહિત એક ઈસમની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે..
ગુજરાત માં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ગુજરાતમાં તસ્કરી થઇ રહી છે..
ત્યારે રાજસ્થાન પોલિસ માવલ ચેકપોસ્ટ પાસે રૂટિંન ચેકીંગ માં હતા, તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે ત્યાંથી પસાર થતા એક કન્ટેનર ને રોકાવી ચાલક થી પૂછ પરછ કરતા તેમાં કોલેજ નો સામાન હોવાનું જણાવતા પોલોસ ને શંકા જતા પોલીસે તેને સાઈડ માં રોકાવી કન્ટેનર માં તાપસ કરતા ચાલક પાસે થી સીલ ખોલાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ જોતા પોલીસે ટ્રકના ચાલક ફતેસિંહ ઉદેસિંહ રાજપૂત રહે ઉદેપુર રાજસ્થાન વાળા ની અટકાયત કરી..
પકડાયેલ વિદેશી દારૂની પેટીઓ તેમજ કુલ મુદ્દામાલ વીસ લાખ થી વધુનો હતો, જેને કબ્જે કરી કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી રાજસ્થાન આબુરોડ પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી..