ચલાલા પો.સ્ટે.માં વિસ્તારમાં લુટ ના અનડિટેક્ટ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને લુટમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ ટીમ
ચલાલા પો.સ્ટે વિસ્તારમાં બનવા પામેલ મિલ્કત સબંધી ગુન્હાના
આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડિટેક્ટ કરવા
અન્વયે ચલાલા પો.સ્ટે ગુ.ર.ન ૧૧૯૩૦૧૩૨૩૦૧૩૪/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૯૨,૩૪,૫૦૬(૨)
મુજબ નો ગુન્હો આજરોજ તા-૨૪/૦૫/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હોય,જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા
ચલાલા પોલીસ ટીમ દ્વારા સદરહું ગુન્હાના અજાણ્યા આરોપીઓ અંગે સધન તપાસ હાથ ધરવામા આવેલ હોય,
અને આજરોજ તા-૨૪/૦૫/૨૦૨૩ ના રોજ ચલાલા પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ તથા હ્યુમન સોર્સ ના આધારે યાલાલા પો.સ્ટે વિસ્તારમાં
હુડકો-ન-૦૨ વિસ્તારમાંથી મોટી ગરમલી જવાના રોડ પર આવેલ પ્રથમ પુલ પાસે થી લુટમાં ગયેલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧)એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ.૧૫૦૦/-
(૨) રોકડ રકમ રૂ.૭૦૦/-
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ગોરધનભાઇ ઉર્ફે કાબો ગોવિંદભાઇ માથાસુળીયા ધંધો-મજુરી રહે.ચલાલા તા-ધારી જી.અમરેલી,
(૨) રમેશભાઇ બકુલભાઇ માથાસુળીયા ધંધો-મજુરી રહે.ચલાલા તા-ધારી જી.અમરેલી
પકડાયેલ આરોપી ગોરધન ઉર્ફે કાબો ગોવિંદભાઇ માથાસુળીયાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) ચલાલા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૦૦૦૧/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૨૬,૫૦૬(૨) વિ.મુજબ
(૨) ચલાલા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.૧૬/૨૦૧૯ ઇ.પી.કો.ક.૨૮૩મુજબ
આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ. કે.એલ.ગળચર તથા યલાલા પો.સ્ટે.સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ યુવરાજભાઇ વાળા તથા તથા પો.કોન્સ મહેન્દ્રસિહ સરવૈયા તથા પો કોન્સ નજુભાઇ વાળા તથા હેડ.કોન્સ ભગીરથભાઇ ધાધલ તથા હેડકોન્સ જયેશભાઇ બોરીસાગર તથા હેડ.કોન્સ ઇકબાલભાઇ કાલીયા તથા પો.કોન્સ પ્રકાશભાઇ માધડ વી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.