ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક નોંધાઇ...

ડીસામાં આવેલા માર્કેટયાર્ડમાં ઉનાળુ પાકોની આવક શરૂ થઇ છે. ઉનાળુ સીઝન લેવાની કામગીરી શરૂ થતા અત્યારે બાજરી, મગફળી સહિત ના પાકો ની આવક નોંધાઈ રહી છે ડીસા તાલુકામાં મગફળી ના પાક નું મોટાપાયે વાવેતર થયેલ છે ત્યારે મગફળી ના ઉંચા ભાવ મળી રહ્યા છે જેને લઇ ખેડૂતવર્ગ મા ખુશી નો માહોલ જાેવા મળી રહ્યો છે ડીસા માર્કેટયાર્ડ માં ખેડુતો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખેતપેદાશો ની ઉપજ વેચાણ અર્થે આવવા લાગતા માર્કેટયાર્ડ પણ ધમધમવા લાગ્યું છે જેમાં મગફળી અને બાજરી ની નોંધપાત્ર આવક નોંધાઇ રહી છે ગતરોજ સોમવાર ના ડીસા માર્કેટયાર્ડ માં મગફળી ની આવક શરૂ થતા ૬૦ બોરી ની સાથે ઉનાળુ મગફળીની સિઝન ની આવક શરૂ થઇ છે અને જ્યારે મંગળવારે માર્કેટયાર્ડમાં ૧૦૦ બોરી ની આવક નોંધાઇ હતી ત્યારે આગામી દીવસો પણ મગફળી ની બમ્પર આવક થવા ની શક્યતાઓ રહેલી છે કારણ કે ડીસા તાલુકામાં ઉનાળુ મગફળીનું બહોળા પ્રમાણમાં થયેલ વાવેતર ને લઇ આગામી દિવસો માં હજુ વધુ આવક નોંધાશે.