ગુજરાત ટીમ ગબ્બરના સદસ્ય સંજયભાઈ જાદવ તેમજ એડવોકેટ કે એચ ગજેરા અને નયન ભાઈ જોષીને જાણવા મળ્યું છે કે,અમરેલી તાલુકાના ભાણિયા ગામના ખેડૂત ધીરુંભાઈ ટપુભાઈ વાળા ઉં વર્ષ-૩૭નું દીપડાના હુમલાના કારણે ઘાયલ થયેલ છે.આમ આજ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં દીપડાની રંજાડનો બીજો બનાવ બન્યો છે ધીરુભાઈ વાળાને હાલમાં અમરેલી મુકામે સારવાર અર્થે ખસેડાયા છે જેથી ખેડૂતને પોતાના જીવન નિર્વાહ માટે અને ખેતી કામ માટે ગાય અને વાછરડા રાખતા હોય છે અને વાડીમાં રહેવું પડે છે અને દિપડાના જોખમ હોવા છતાં મજબૂરીથી વાડીમાં રહીને પણ જાનના જોખમે ઘર પરિવારનું ગુજરાન કરવા આવું કરવું પડે છે.આવા સંજોગોમાં સરકારની દીપડા સામે રક્ષણ આપવાની જવાબદારી પણ હોય છે.તે યોગ્ય રીતે નિભાવવામાં વન વિભાગ નિષ્ફળ ગયું છે.ભૂતકાળમાં અનેક દીપડાના હુમલામાં લોકો તેમજ પશુઓ દિપડાના શિકાર બન્યા છે.અને દીપડાની કનડગત કાયમી ધોરણે બંધ થાય તે માટે વન વિભાગ દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી આ બનાવ અંગે વન વિભાગ અને સરકારે આવા પશુ તેમજ માનવ હુમલાના કેસોમાં પૂરતું નાણાંકીય વળતર આપવામાં આવતું નથી અને સામાન્ય નજીવી રકમ આપે છે તેમાં વધારો કરી બજાર ભાવ કિંમત આપવાની જાહેરાત કરવામાં આવે અને ઇજા પામનારને મરણ સમયે પૂરતું અને બજાર ભાવ જેટલું જ વળતર ચૂકવવા ટીમ ગબ્બરની રજુવાત છે અને દીપડાના હુમલાઓ ભવિષ્યમાં ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સહ રજુવાત કરવામાં આવી.