પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ થી આપણે ભારતીય સંસ્કૃતિને બચાવવા અને બાળકોમાં નાનપણથી જ સંસ્કારની સાથે સનાતન ધર્મ અંગેની જાગૃતિ કેળવાય તે માટે ડીસા ની એક યુવતીએ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, આ યુવતી અલગ અલગ જગ્યાએ બાળકોને આપણી સંસ્કૃતિ, સનાતન ધર્મ અને શાસ્ત્રો નું સાચુ માર્ગદર્શ ન પીરસી જાગૃત કરે છે..

આ છે ડીસામાં રહેતી અને અમદાવાદમાં બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ 22 વર્ષીય યુવતી પિંકી ગેલોત. આમ તો આ ઉંમરે લોકો મોજ શોખમાં અને મોબાઇલમાં જ વ્યસ્ત કરતા હોય છે, પરંતુ એક ગુરુ ભરત ભાટી ની પ્રેરણાએ આ યુવતીનું જીવન બદલી નાખ્યું છે..

અને પિંકીમાં હવે આપણા ધર્મ અને દેશ માટે કંઈ કરી છૂટવાની તમન્ના જાગી છે, એ જ વાતને જીવન નો મંત્ર બનાવી તેને બાળકો ને સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે જાગૃત કરવા માટેના ભગીરથ કાર્યની શરૂઆત કરી છે..

આજના ટીવી અને મોબાઈલ ના આધુનિક યુગમાં લોકો પોતાના ધર્મ અને સંસ્કારો ને ભૂલી રહ્યા છે, એક સમય હતો જ્યારે ઘરથી બહાર નીકળતો પુત્ર કે પુત્રી માતા-પિતાને પગે લાગીને નીકળતા હતા, એવું અત્યારે ભાગ્યે જ જોવા મળે છે..

અત્યારે ઘરડા ઘર માં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે કારણ કે પરિવાર અને માતા-પિતા પ્રત્યેની લાગણીનો અભાવ. ત્યારે બાળકો નાનપણ થી જ આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ અંગે સાચી સમજણ કેળવે તેવા ઉમદા હેતુથી પીંકી ગેલોતે નિઃશુલ્ક જ્ઞાન વર્ગો શરૂ કર્યા છે..

આ પિંકી અત્યારે ડીસા માં તીન હનુમાન મંદિર ખાતે 100 જેટલા બાળકો ને ધર્મનો અભ્યાસ કરાવે છે, એક કદમ સનાતન ધર્મ તરફ નામની આ પાઠશાળા માં 4 થી 17 વર્ષ સુધીના બાળકોને હનુમાન ચાલીસા ના પાઠ, ઘરમાં વાણી, વર્તન અને વ્યવહાર નું જ્ઞાન, માતા-પિતા ભાઈ બહેન સાથે લાગણી અને સન્માન, ભવિષ્ય માં ખોટા કૃત્યો સામે લડી શકે તે માટેના સક્ષમ વિચારો, શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન અને ભાગવત ગીતા સહિત ના શાસ્ત્રોનું ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે..