બાળ લગ્ન કરવા કે કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ કાયદેસર નો ગુનો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) હમણાં દાહોદ જિલ્લા માં બાળ લગ્ન થયેલ બાળકો નાં લગ્ન અટકાવવા માં આવેલ ત્યાં તો ફરી બાળ લગ્ન ની માહિતી એક જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ લાઈન 1098 માં આપવામાં આવેલ. દેવગઢ બારીયા તાલુકાના સાદરા ગામ માં સગીર બાળક નાં લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાં .બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવામાં આવેલ. સાગટાળા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. જે.બી.તડવી એ પરિસ્થિત નું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ ની ટીમ મોકલી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ. નોંધનીય છે કે ઉકત બાળ લગ્ન માં બાળક ની ઉંમર આશરે ૧૪વર્ષ છે બાળક નાં વાલીનું નિવેદન લઈ અને કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવા માં આવેલ.