સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામે 14 વર્ષની સગીરાના બાળલગ્ન થતા હોવાની 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જે અંગેની જાણ થતા જ સુરેન્દ્રનગર ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર રૂચિતા મકવાણા, મહીલા કોન્સ્ટેબલ ગૌરીબેન મકવાણા અને પાયલોટ શૈલેષભાઇ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયા હતા અને નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને સાથે રાખી લગ્નસ્થળે દોડી ગયા હતા. જેમાં 181 મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા જે દીકરી-દીકરાના લગ્ન થઈ રહ્યા હતા,તેના પરિવારને મળી જન્મ અંગેનું પ્રમાણપત્ર માગતા દિકરીની ઉંમર માત્ર 14 વર્ષ અને 6 માસ અને દીકરાની ઉંમર 23 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દીકરીના પરિવારને 18 વર્ષ પછી જ લગ્ન કરવા અને જો 18 વર્ષ પૂર્વે લગ્ન કરે તો કાયદાકિય ગુનો ગણાય તે અંગેની માહિતી આપી હતી. અને બાદમાં આ બાળલગ્ન અંગે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીએ જાણ કરવામાં આવી હતી. જે અંગેની જાણ થતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે અંગે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ટીમ દ્વારા દિકરી-દિકરાનાં પરિવાર પાસેથી બાહેંધરી પત્ર લખાવી બાળલગ્ન અટકાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Evening Bulletin | 09.08.2022 | Raftaar Marathi Media
Evening Bulletin | 09.08.2022 | Raftaar Marathi Media
नाबालिग पीड़िता से वेश्यावर्ती कराने की अभियुक्ता को सुनाई दस वर्ष की कठोर कारावास की सजा एवं 83,000 जुर्माना
अभियुक्ता श्रमति हजरी कंजर उक्त नाबालिग पीड़िता से नागपुर में वेश्यावृत्ति करवाती थी उक्त पीड़िता...
2024 Tata Altroz Racer को लॉन्च से पहले किया गया स्पॉट, बड़े टचस्क्रीन सहित इन खूबियों के साथ कर सकती है एंट्री
2024 Tata Altroz Racer हालिया परिक्षण से संकेत मिलता है कि आगामी गाड़ी में बाहरी तौर पर बदलाव...
महेन्द्र नाथ शर्मा स्मृति अंतर बागान फुटबॉल टूर्नामेंट में हाजुवा चाय बागान की जीत
महेन्द्र नाथ शर्मा स्मृति अंतर बागान फुटबॉल टूर्नामेंट में हाजुवा चाय बागान की जीत
असम चाय मजदूर...
પાલનપુરના એક ગામમાં સગીરાનું અપહરણ થતાં ચકચાર
પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી છે. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે...