ગુણેથા પાસેથી આક ફરકના આંકડા લખતા એક આરોપીને દબોચી લેતી ગરૂડેશ્વર પોલીસ

મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે ગુણેથા પાસે એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આંક ફરક ના આંકડા લખે છે. જે બાતમિના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો મોજે ગુણેથા નજીક જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી મહેન્દ્રભાઈ કંચનભાઈ તડવી રહે ચીચડીયા તાલુકો ગરુડેશ્વર નાઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હારજીત નો જુગાર રમી રમાડતા ઝડપાઈ આવ્યો ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ જડતી લેતા મળેલા રૂપિયા 370 તથા આંકડા લખેલી સ્લીપ બુક કાર્બન પેપર બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ 370 ના મુદ્દા માલ સાથે સદર આરોપી મહેન્દ્રભાઈ કંચનભાઈ તડવીને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....