ફ્લેશ ન્યૂઝ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ACB ની સફળ ટ્રેપ...
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ઈસમ પાસે ખીરસરા ગામના મહિલા તલાટી મંત્રી એ ફરિયાદી ના પિતાના નામનો પ્લોટ નો દાખલો કાઢી આપવા માટે લાંચ માંગી હતી...
ફરિયાદી એ 1.25 લાખ ની લાંચ રકમ આપવા માંગતા ન હોઇ જેથી ACB નો સંપર્ક કર્યો હતો જ્યારે ACB એ રાવલ ગામે છટકું ગોઠવ્યું જેમાં વચેટીયા મારફત મહિલા તલાટી મંત્રી દ્વારા માંગવામાં આવેલ લાંચ ની રકમ લેતા રંગેહાથ ઝડપાયા હતા...
દેવભૂમિ દ્વારકા ACB એ આરોપી હર્ષાબેન આલાભાઈ કારેણા, અને વચેટીયા જયસુખ ઉર્ફે જલો અરજણ પીપરોતર, ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...