લતીફ સુમરા બનાસકાંઠા 

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા જીલ્લા નાઓએ પ્રોહીબિશન તથા જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન કરતા, શ્રીકુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક,ડીસા વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ, તથા શ્રી એસ.એ.ગોહીલ પોલીસ ઈન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ,આજરોજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી- જુગાર લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ડીસા રેલ્વે સ્ટેશન ઠાકોરવાસમાં રહેતા રાજુભાઈ સલાજી ઠાકૌર ના ઘરની પાછા આવેલ ખુલ્લા વાડામાં કેટલાક ઈસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે સદરે જગ્યાએ રેડ કરતા પાંચ ઈસમ ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ અને સદરે ઈસમોની અંગઝડતીમાંથી રોકડા રૂપીયા- ૧૦૮૩૦/- મળી તથા દાવપટ ઉપરથી રોકડા રૂ.૪૨૯૦૪- મળી તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ મળી આમ કુલ રોકડા રૂ.૧૫૧૨૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 *કામગીરીમાં રોકાયેલ અધિ./કર્મચારી :-* 

(૧) અ.હે.કો. કેવળભાઇ ગલાલભાઇ

(૨) અ.હે.કો સમીઉલ્લાખાન અબ્દુલખાન

(૩) અ.હે.કો. વિષ્ણુભાઇ રાયમલભાઇ

(૪) અ.પો.કો મહમંદમુજીબ અબ્દુલગફાર

(૫) અ.પો.કો.મુકેશકુમાર શાંતિલાલ

(૬) અ.પો.કો ભરતભાઈ ગોરધનજી

 *પકડાયેલ આરોપીઓ :-*

(૧) મોહસીમ ભાઈ અકબરભાઈ જાતે, ભટ્ટી સિપાઈ) ડીસા અમનપાર્ક પ્રસ્જીદ પાસે ના ડીસા બનાસકાંઠા 

(૨) નગીનભાઈ રાયમલભાઈ જાતે પટણી(દેવીપુજક) રહે.ડીસા રેલ્વે સ્ટેશન ઠાકોરવાસ તા.ડીસા જી.બનાસકાંઠા

(૩) ચેતનજી મગનજી જાતે.ઠાકોર રહે.ડીસા જુનાડીમાં પાટણ હાઈવે તા ડીસા જી.બનાસકાંઠા 

(૪) હરેશકુમાર કાન્તીભાઈ જાતે માળી(મંડોરા) રહે.ડીસા રાજપુર ખારાકુવા તા.ડીસા જી.બનાસકાંઠા

(૫) રાજુભાઈ મલાજી જાતે.ઠાકોર રહે.ડીસા રેલ્વે સ્ટેશન ઠાકોરવાસ તા.ડીસા જી.બનાસકાંઠા