પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જામીરનાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓએ પોલીસ ઇન્સ્પેકટર એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોધરાનાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચના અને માગદર્શન મજુબ એલસીબી સ્ટાફના અધીકારી તથા કર્મચારીઓને વણ શોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના કરેલ જે સુચના અન્વયે કેતનકુમાર દેવરાજભાઇ આ.પો.કો. એલસીબી ગોધરાનાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે પાવાગઢ પો.સ્ટે. વિસ્તારના નવાગામ બાાંધેલીના નવાડ ફળીયામા રહેતો રાજકુમાર ઉર્ફે દુંગો શંકરભાઇ રાઠવાનાનો કોઈક જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મોટર સાયકલો મેળવી લાવી પોતાના રહેણાાંક ઘરની પાછળ સંતાડી મુકી રાખેલ છે. અને હાલમા તે મોટર સાયકલો સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે. તેવી મળેલ બાતમીના આધારે ડૉ.એમ.એમ. ઠાકોર પો.સ.ઇ. એલસીબી ગોધરા તથા એલસીબી. સ્ટાફના માણસો સાથે નવાગામ બાાંધેલીના નવાડ ફળીયામા, રહેતા રાજકુમાર ઉર્ફે દૂંગો શંકરભાઇ રાઠવા નાઓના ઘરે જઈ તપાસ કરતા પેશન પ્રો મોટર સાયકલ નાંબર જી.જે૧૭ એ.પી. ૫૫૧૨ કી.રૂ.૨૫,૦૦૦/- અને પેશન પ્રો મોટર સાયકલ નંબર વગરની કી.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ ૫૦,૦૦૦/- રૂ.ની ૦૨ મોટર સાયકલ મળી આવી હતી જેમાં એલસીબી પોલીસે આરોપી રાજકુમાર ઉર્ફે દુંગો શંકરભાઇ રાઠવાની ઝીણવપૂર્વકની પૂછપરછ કરતાઆરોપીએ કરેલ કબુલાત કરી હતી જેમાં આજથી એકાદ મહીના અગાઉ હાલોલ સ્ટેશન રોડ જુની કોર્ટની સામે પાર્ક કરી મુકી રાખેલ પેશન પ્રો મોટર સાયકલ નં બર જી.જે.૧૭ એ.પી.૫૫૧૨ ની ડાયરેક્ટ કરી ચોરી કર્યાની કબુલાત કરેલ છે તેમજ બીજી પકડાયેલ નંબર વગરની પેશન પ્રો મોટર સાયકલની પણ આજથી દશેક દિવસ અગાઉ પાવાગઢ શહેરી મસ્જીદ સામે આવેલ ભગવતીબા આશ્રમની સામે પાર્ક કરીને મુકી રાખેલ ત્યાાંથી ચોરી કરી હોવાની કબુલાત કરેલ હતી જેમાં એલસીબી પોલીસે બન્ને મોટર સાયકલ સાથે આરોપીની અટકાયત કરી હાલોલ અને પાવાગઢ પોલીસ મથકે નોંધાયેલ મોટર સાયકલ ચોરીના બે ગુનાને દશ દિવસમાં ડીટેકટ કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી પાવાગઢ અને હાલોલ ખાતેની મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલ્યો હતો