ડીસા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપની બુથ સશક્તિકરણ અંગે બેઠક યોજાઇ હતી..

જેમાં આગેવાનો એ આગામી લોક સભાની ચૂંટણીમાં ગુજરાત માં સૌથી વધુ લીડ ડીસામાંથી મળે તે માટે ની તૈયારીઓ માં લાગી જવા કાર્યકર્તાઓ ને આહવાન કર્યું હતું..

આગામી લોકસભા ની ચૂંટણી તેમજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં ડીસા વિધાન સભા ક્ષેત્રમાંથી ઉમેદવારો ને મોટી લીડ મળે તે માટે બુથ સશક્તિકરણ કરવાના અભિયાન ના ભાગરૂપે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવીણ માળી ની અધ્યક્ષતા માં ડીસા તાલુકા ભાજપની બેઠક યોજાઇ હતી..

જેમાં ડીસા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ ની સાથે બેઠક યોજી પેજ પ્રમુખ સમિતિની અને શક્તિ કેન્દ્રની ભૂમિકા અંગે ધારાસભ્યએ માહિતી આપી હતી..

આ અંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, આજે ડીસા ખાતે યોજાયેલી બેઠકમાં શક્તિ કેન્દ્રના પ્રભારી અને સંયોજકો સાથે બેઠક યોજી ભાજપ નો બુથ સશક્તિકરણ જે ઉદ્દેશ્ય છે તે અંગે વિગતવાર સમજણ આપવામાં આવી..

ચૂંટણીમાં કઈ રીતે માઇક્રો પ્લાનિંગ કરી વધુમાં વધુ લીડ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.. 

સાથે સાથે આગામી ચૂંટણીઓ માં સમગ્ર દેશમાં ડીસા વિધાન સભા ક્ષેત્ર માંથી જંગી લીડ મળે તે દિશામાં કામ કરવા કાર્યકર્તાઓ ને જણાવ્યું હતું..

બેઠક માં ડીસા તાલુકા ના પ્રભારી જયેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, મહામંત્રી બાબરસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા..