પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કરુણ મોત

         પાવીજેતપુર તાલુકાનો કદવાલ ગામે ચાકરીયા ફળિયા પાસે રોડ ઉપર એક ટ્રેક્ટર ચાલકે નાનીખાંડીના બાઈક ચાલકને ગંભીર રીતે અથાડી દેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ ઉપર કરુણ મોત થયું હતું. 

            પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના નાનીખાંડીનો યુવાન કેતનકુમાર જગદીશભાઈ બારીયા ૧૭ એપ્રિલના સાંજે બાઈક લઇ કદવાલ મુકામે પોતાના કામ અર્થે ગયા હતા તે સમયે જી.જે. ૦૬ એફ ક્યુ ૬૫૦૯ ના ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઈક સાથે અથાડી ભયંકર અકસ્માત કરતા યુવાન કેતનકુમાર બારીયા ને માથાના ભાગે ગંભીર વાગતા લોહી લુહાણ થઈ જતા ઘટના સ્થળ ઉપર કરુણ મોત થયું હતું. ટ્રેક્ટર ચાલક અકસ્માત કરી ત્યાંથી ભાગી ગયો હતો. જે અંગે કદવાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.