બીએસએફની લક્કી ચૌકીથી 15 કિલોમીટર દૂર સેખરણ પીર બેટ પરથી મળી આવ્યા માદક પદાર્થના 2 પેકેટ.માદક દ્રવ્યોના પેકેટ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. પશ્ચિમ કચ્છના નલિયા નજીક આવેલા. જખૌના દરિયાઈ કાંઠેથી સેખરણ બેટ પરથી મળી આવ્યા માદક પદાર્થના બે પેકેટ.
આજે ઝડપાયેલ માદક પદાર્થના પેકેટનું વજન એક કિલો જેટલું હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ માદક પદાર્થના બે પેકેટ દરિયાઈ મોજામાં ધોવાઈને ભારતીય સીમામાં જખૌના કિનારે પહોંચ્યા હોવાનું આનુમાન લગાવાઈ રહ્યું છે.આજે ફરી બે પેકેટ મળતા તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે. ઝડપાયેલ માદક પદાર્થના પેકેટ પર Blue Sapphire પ્રીન્ટ કરેલું છે.
આ વર્ષની વાત કરવામાં આવે તો એપ્રિલ 2023 થી આજ સુધી 29 પેકેટ ચરસ અને 4 પેકેટ અન્ય માદક પદાર્થના મળી આવ્યા છે.
 
  
  
  
   
   
  