ચોટીલાના ખાટડી ગામે શૈલેષભાઈ વિનુભાઈ ભડાણીયા અને તેના ભાઈ મુકેશભાઈ વિનુભાઈ ભડાણીયાને તેજ ગામના બુધાભાઈ શાંતુભાઇ ખાચર અને જયુભાઈ ભોજભાઈ ગોવાળિયા દ્વારા છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવની વિગત પ્રમાણે શૈલેષ અને તેનો ભાઈ મુકેશ બંને રાત્રિના સમયે વાડીએ સૂવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે બુધાભાઈ ખાચર અને જયુભાઈ ગોવાળિયા વાડીમાં આવ્યા હતા અને વાડીના શેઢે શૈલેષ બોલાવ્યો હતો અને બુધાભાઈએ તારી રાવ આવી છે એવું કહેતા જયુભાઈએ નેફામાંથી છરી કાઢીને પેટમાં મારી હતી.તેથી રાડા રાડ કરતા મુકેશ પહોંચી આવ્યો હતો. ત્યારે બુધાભાઈ અને જયુભાઈ છરી સાથે મુકેશ પર હુમલો કરી મોટરસાઈકલ લઈને જતા રહ્યા હતા. પરિવારને જાણ થતા વાડીએથી બંનેને ચોટીલા સરકારી હોસ્પિટલ 108 દ્વારા લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં શૈલેષ અને મુકેશને સારવાર બાદ મુકેશ હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવમાં બહેન સાથે પ્રેમ અંગે શંકા રાખી હુમલો કરાયો હોવાનું માનવામાં આવે છે.