સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી ચોરી કરેલા બાઇક સાથે શખ્સ ઝડપાયો હતો. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા પોલીસે ભંગારના બાઇક સાથે યુવાનની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાનાં ધ્રાંગધા પોલીસે પટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતા શખ્સની અટક કરી પુછપરછ કરાતા સરખો જવાબ ન મળતા પોલીસે શખ્સની અટકાયત કરી હતી.ધ્રાંગધ્રા પોલીસ મથકના એ. ડી. ડોડીયા, દશરથભાઇ ઘાંઘર સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાટકીવાસ બાજુથી મેઇન રોડ ઉપર હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરના લાલ પટ્ટાવાળા નંબર પ્લેટ વગરનાં મોટરસાયકલ લઇને નીકળેલા અકરતભાઇ ગફારભાઇ ભટ્ટી કે જે ભંગારના લે-વેચનો ધંધો કરતો હોઇ એની પુછપરછ કરતા આ મોટરસાયકલ ચોરી અથવા છળકપટથી મેળવેલુ હોવાનું જણાયું હતું.ધ્રાંગધ્રા ડીવીઝન પોલીસે ધ્રાંગધ્રા ખાટકીવાસમાં રહેતા અકતરભાઇ ગફારભાઇ ભટ્ટીની 25000ની નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા પોલીસની આ કાર્યવાહીમાં ડીવાયએસપી જે. ડી. પુરોહિત, એ. ડી. ડોડીયા અને દશરથભાઇ ઘાંઘર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.