આણંદ જીલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”ખાતે જીલ્લા કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું, પ્રદેશ જિલ્લા તાલુકા સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા

આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”ખાતે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની અધ્યક્ષતામાં અને આણંદ જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહની ઉપસ્થિતિમાં જીલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી, તત્કાલીન પ્રભારી અને વેજલપુરના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર, સાંસદશ્રી મીતેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, પ્રદેશ મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રી, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, મંડળના પ્રભારીશ્રી, મંડળના પ્રમુખ-મહામંત્રીશ્રી, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રી, જિલ્લા સેલના સંયોજકશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.