સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગુણસવેલ ખાતે નવનિર્મિત થનાર પ્રાથમિક શાળાના મકાનનું બાંધકામ નું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા ના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.રવિ પ્રાથમિક શાળા ગુણસવેલ તા.મહુવા જી.સુરત શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ પંચાયત ગુણસવેલ ના સયુંકત ઉપક્રમે શાળાના બાંધકામ નો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સમારંભ ના પુષ્પો મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ,તાલુકા વિકાસ અધિકારી,શિક્ષણ ખાતાના અધિકારી,તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવારનો સ્ટાફ હાજર રહ્યો હતો.આવેલ મહેમાનોનું નાની બાળાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી સ્વાગત કરતા ઉપસ્થિત મહેમાનો નું મન મોહી લીધું હતું.