ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં દાહોદ ખાતે યોગ શિબિર યોજાઇ
દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આ યોગ શિબિર યોજાઇ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એએસપી શ્રી જગદીશ બાંગરવા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા તેમજ સામાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આ શિબિરમાં જોડાયા હતા અને પ્રોટોકોલ મુજબ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા.