ખંભાત તાલુકાના ધુવારણ ગામે આવેલા જીએસસીએલના ટાટા પાવર સોલર પ્લાન્ટની ખુલ્લી જગ્યામાંથી કોઈ તસ્કરો જુદા જુદા સમયે કુલ 73,100 ની કિંમતના કેબલો ચોરી કરીને લઈ જતા આ અંગે ખંભાત રૂલર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 26/1/2023 થી 4/5/2023 દરમિયાન કોઈ તસ્કરો ધુવારણના ટાટા પાવર સોલર પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં અને ત્યાંથી અલગ અલગ વિભાગોમાંથી કુલ 6,770 મીટર જેટલો સ્ટ્રિંગ કેબલ જેની કિંમત 33,850 જેટલી થવા જાય છે તથા 785 મીટર જેટલો એલે.એ.કેબલ કે જેની કિંમત 39, 250 રૂપિયા જેટલી થવા જાય છે.તે મળીને કુલ 73,100 રૂપિયાની કિંમતના કુલ કેબલો ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે સિક્યુરિટી સુપરવાઇઝર નિલેશકુમાર માધવસિંહ સિંધાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.
(સલમાન પઠાણ ખંભાત)