ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ખાસ જરૂરી સુચનાઓ આપેલ હોય,
જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને સેવન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનિર્દેશક ભાવનગર વિભાગ, ભાવનગર નાંઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ
એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા તથા નાસતા-ફરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનો અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ, ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી સીટી પો.સ્ટે.માં દાખલ કરવામાં આવેલ
ગુન્હો રજીસ્ટર ૨૫-૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨૪૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ કલમ-૨૦(૨)(૨ બી).૨૯ મુજબના ગુનાના કામે તપાસ દરમિયાન ખુલવા પામેલ ઈસમ અમરેલી બહારપરા વિસ્તાર, દાતારનાં તકીયા પાસે આંટા-ફેરા મારતો હોય, તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વચે સદરહુ જગ્યાએ તપાસ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ઈલ્યાસ ઉર્ફે ઈલુ હારૂનભાઇ માંડલીયા, ઉં.વ-૨૮, ધંધો-મજુરી, રહે અમરેલી બારપરા નાના ખાટકીવાડ, તા જી.અમરેલી
મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨૪૨૦૨૩ એન.ડી.પી.એસ એકટ કલમ-૨૦(૨)(૨-બી),૨૯ મુજબના ગુનાંના કામે પકડાયેલ
મહિલા આરોપી જેતુનબેન ઉર્ફે નજુબેન વા/ઓ અબુશા ઓઠા, રહે.અમરેલીવાળીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો આપેલ હતો. મજકુર પકડાયેલ ઈસમને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન ફેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, તથા સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ...મનિષદાન ગઢવી તથા પો.કોન્સ. જયરાજભાઈ વાળા તથા જનકભાઇ કુવાડીયા, દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.