સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને 50 ફૂટ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના ડ્રાઇવરનું મોત થયું હતુ તેમજ ક્લિનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર હાઇવે પર દિવસે દિવસે અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારતા પુલની લોખંડની ગ્રીલો તોડીને અંદાજે 50 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.આ અકસ્માતની ઘટનાની જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. મૃતક ટ્રકના ડ્રાઇવર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજીભાઈ રાણાભાઈ મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિર આ જ ગામના નાગાજણભાઈ ઉકાભાઇ કેસવાડા હોવાનું ખૂલ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News :Supreme Court की पहली महिला जज Fathima Beevi का निधन | Aaj Tak
Breaking News :Supreme Court की पहली महिला जज Fathima Beevi का निधन | Aaj Tak
तीरथ गांव में दीवार तोड़कर चोरी के मामले का खुलासा कर 2 आरोपियों को किया गिरफ्तार
तीरथ गांव में दीवार तोड़कर चोरी के मामले का खुलासा कर 2 आरोपियों को किया गिरफ्तार
Beautician Sirin Murad was on a holiday in Bulgaria when she decided to take a nap by a beach-side pool. When she woke up, 30 minutes later, she was shocked to find that her forehead started looking like plastic.
The 25-year-old Briton had skipped appl
Beautician Sirin Murad was on a holiday in Bulgaria when she decided to take a nap by a...
જવાબદારીના વધતા ગ્રાફ અંગે કનુભાઈ દેસાઈએ પક્ષને કહ્યું કંઈક આવું.... જુઓ આ વીડિયો
જવાબદારીના વધતા ગ્રાફ અંગે કનુભાઈ દેસાઈએ પક્ષને કહ્યું કંઈક આવું.... જુઓ આ વીડિયો