*MBA sem-1 માં મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અસાધારણ સિદ્ધિથી વી.જે. મદ્રેસા નું ગૌરવ વધ્યું*

*ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા સહીત વી.જે. મદ્રેસા પરિ વારે પાઠવ્યા અભિનંદન*

*મુસ્લિમ વિદ્યાર્થીનીઓનું ડ્રોપઆઉટ રેસિયો ઘટવાની સાથોસાથ ઉચ્ચ અભ્યાસમાં પોરબંદરની મુસ્લિમ વિધાર્થિનીઓ અગ્રેસર રહે તે ખુશીની વાત: ફારૂકભાઈ સૂર્યા*

વી.જે.મદ્રેસા માં 1903 થી કન્યા કેળવણી ના નેક મકસદ સાથે મુસ્લિમ કન્યા શાળા ની સ્થાપમાં કરવામાં આવેલ અને 2004 થી આ સંકુલમાં અંગ્રેજી માધ્યમ ની શાળા શરૂ થતા મુસ્લિમ સમાજમાં શેક્ષણિક ક્રાંતિ ની શરૂઆત થઈ વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ અને અંગ્રેજી માધ્યમ માં ધો. 10 અને 12 સુધી પાયાનુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માં પ્રગતિ કરી રહ્યા છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરી ને હાલ ગોઢાણીયા કોલેજ માં અભ્યાસ કરી રહેલ *પટેલ નિકહત જુનેદભાઈ* એ MBA sem-1 માં 9.71 એસ.પી.આઈ. મેળવી ને પોરબંદર જિલ્લામાં પ્રથમક્રમ અને ગુજરાત જીટીયુ માં બીજો ક્રમાંક મેળવી ને અનેરી સિદ્ધિ હાંસલ કરતા વી.જે. મદ્રેસા નું ગૌરવ વધ્યું છે. પટેલ નિકહત જુનેદભાઈ એ એલ.કે.જી., યુ.કે.જી. અને ધો.1 થી 12 સુધી વી.જે.મદ્રેસા સંકુલમાં અભ્યાસ કર્યો છે ત્યારે તેની આ અસાધારણ સિદ્ધિ બદલ ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા અને વી.જે. મદ્રેસા પરિવારે અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વી.જે.મદ્રેસા અંગ્રેજી માધ્યમ માં ધો. 11-12 માં અભ્યાસ કરી ને હાલ ગોઢાણીયા કોલેજ માં MBA sem-1 માં *સૈયદ મદિહા* એ પણ 9.29 એસ.પી.આઈ. સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા તેને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. 

વી.જે. મદ્રેસા ના ઓન સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા એ જણાવ્યું છે કે, છેલ્લા દોઢ દાયકા થી વી.જે. મદ્રેસા સંકુલ માં વિદ્યાર્થીનીઓ નો ડ્રોપઆઉટ રેસીઓ ઘટે તેમજ વધુ અભ્યાસ માટે સ્પર્ધત્મક યુગ માં શ્રેષ્ઠ શિક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેનો ફળ મળવાનું હવે શરૂ થયું છે, હજુ અનેક તેજસ્વી વિધાર્થીઓ વી.જે. મદ્રેસા સંકુલ માં અભ્યાસ કરી જુદા જુદા ક્ષેત્રો માં સફળતા મેળવવા કટિબદ્ધ છે અને અનેક વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ પણ કરી રહ્યા છે જે સમાજ અને દેશ ના વિકાસમાં યોગદાન આપી શાળાનું અનેં પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.