મહુવા તાલુકામાં અવાર નવાર પશુઓ પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક દીપડાનો વાછરડી પર હુમલાની ઘટના સામે આવી છે મહુવા તાલુકાના ધામખડી ગામે દીપડાએ વાછરડા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે રાત્રી દરમિયાન વન્ય જીવ ખોરાકની શોધમાં બહાર ભટકતા હોય છે ત્યારે મહુવા તાલુકો હાલ તો દીપડાનો ગઢ બની ચુક્યો છે રાત્રી દરમિયાન દીપડાએ ધામખડી ગામે રોડ ફળીયામાં રહેતા નરેશભાઇ બંકુના ઘરે કોઢમાં રાત્રી દરમિયાન દીપડાએ વાછરડી પર હુમલો કર્યો હતો.અન્ય પશુઓના શોર બકોરથી  ઘર માલિક જાગી જતા દીપડો વાછરડી ને ઘાયલ કરી અધુરો શિકાર મૂકીને ભાગી છૂટયો હતો.ત્યારે વન વિભાગ દ્વારા ખુંખાર દીપડાને પાંજરે પુરે એવી માંગ ઉઠવા પામી છે.

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि