કાંકરેજ ના ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૬ મે "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" ની ઉજવણી કરવામાં આવી.

           કાંકરેજ ના ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૬ મે "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" ઉજવણી અંતર્ગત પ્રા.આ.કે ઉબરીના ઈ.ચા મેડિકલ ઓફિસર ડૉ.કે.પી. દેલવાડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ સોલંકી ના માર્ગદર્શન હેઠળ તેમજ મ.પ.હે.સુ પરેશ જોષી ના સુપરવિઝન હેઠળ પી.એચ.સી ના તાબા તળેના તમામ ગામોમાં "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ"ઉજવણી અંતર્ગત જુદી જુદી ટીમ બનાવીને વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી. તમામ મ. પ.હે.વ ભાઈઓ , ફિ.હે. વ બહેનો તેમજ આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ નિયંત્રણ અને અટકાવ કામગીરી અંતર્ગત ફીવર સર્વેલન્સ કામગીરી, પોરા નાસક કામગીરી,કેસ મેનેજમેન્ટ ,પ્રોગ્રામ મેનેજમેન્ટ, iec, જૈવિક કંટ્રોલ તેમજ સોર્સ રિડક્શન, ડ્રાય.ડે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ ,ચિકનગુનિયા, કાલાઆઝાર ,જાપાનીસ એનકેફેલાઈટીસ,યલો ફાયર વિશે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. ગપ્પી ફિશ નિદર્શન,પોરા નિદર્શન, મચ્છરદાની નિદર્શન તેમજ આઈ.ઈ.સી કામગીરી કરવામાં આવી હતી.

*અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ*