દેડયાપાડાના ઘાટોલી ગામની સિમ વિસ્તારમાં નજીવી બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી મુકેશભાઈ કરણસિંગભાઈ વસાવા રહે ઘાટોલી તાલુકો ડેડીયાપાડા નાઓ ઘાટોલી ગામની સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં આંબાની કેરી પાડતા હોય. તે વખતે આ કામના આરોપી શૈલેષભાઈ મૂળજીભાઈ વસાવા ફરિયાદી પાસે આવી જણાવેલ કે મારી સામે કેમ જોયા કરે છે અને કેરી કેમ પાડે છે તેમ કહેતા આ કામના ફરિયાદીએ જણાવેલ કે આંબો અમારો છે જેથી હું આંબાની કેરી પાડું છું તેમ કહેતા આ કામના આરોપી એકદમ ઉસકેરાઈ જઈ ફરિયાદીને ગદડા પાટુનો માર મારી ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી મુકેશભાઈ કરણસીંગભાઇ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી શૈલેષભાઈ મૂળજીભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....