જે.આર.મોથાલીયા ,પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.આર ઝનકાંત નાઓના માર્ગદર્શન હેઠળ,

માનકુવા પોલીસ પશ્ચિમ કચ્છજીલ્લામાં હનીટ્રેપના ગુનાના આરોપીઓને સત્વરે પકડવવા સુચના આપેલ જે અનવ્યે હનીટ્રેપના ગુનાના આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ કેરા આઉટ પોસ્ટ તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીની તપાસમા હોય,

જે દરમ્યાન પો.હેડ.કોન્સ અશોકભાઈ મનુભાઈ ડાભી તથા પો.હેડ.કોન્સ જયપાલસિંહ જે જાડેજા તથા એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહ નાઓ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૩૦૨૨૮૨૦૨૩ આઈ.પી.સી કલમ.૩૮૮, ૩૨૩,૫૦૬(૨),૪૫૨,૧૨૦(બી) મુજબનો ગુન્હાના કામેના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઃ-

(૧) હસીના જમનશા શેખ, ઉ.વ.૨૭ રહે- દદુપીર રોડ શેખપીર ફલીયુ, ભુજ,

(૨) અસલમ અબ્દુલ કુંભાર, ઉ.વ.૨૪, રહે- દહિસરા, કેરા રોડ, તા.ભુજ,

(૩) રમજાન દાઉદ સોઢા, ઉ.વ.૩૨, રહે-ભારાપર, તા.ભુજ,

(૪) કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર

પકડવાના બાકી આરોપીઓઃ-

(૧) સલીમ ઉર્ફે લક્કિ સમા, રહે-માધાપર,

 કબ્જે કરેલ મુદામાલઃ-

(૧) ટી.વી.એસ જ્યુપિટર રજી નં-GJ-12-DN-6998, કિ.રૂ.૩૦,૦૦૦/-

(૨) મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ -૧૫,૫૦૦/-

(૩) રોકડ રૂ.૪૮,૦૦૦/-

કુલ કિમત.રૂપિયા . ૯૩,૫૦૦/ નો મુદામાલ કબ્જે કરેલ છે.

પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસઃ-

(૧) રમજાન દાઉદ સોઢા રહે-ભારાપર તા.ભુજ,વાળા પર વડોદરા શહેર સામા પો.સ્ટે ૬૬૨/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી એકટ ૧૭૭,૧૮૪ મુજબ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ :-

આમ ઉપરોકત કામગીરીમાં પો. ઇન્સ. ડી.આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહ તથા પો.હેડ.કોન્સ અશોકભાઈ મનુભાઈ ડાભી તથા પો.હેડ.કોન્સ જયપાલસિંહ જે. જાડેજા તથા એ.એસ.આઈ પ્રેમજીભાઈ ફણેજા તથા પો.હેડ કોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ ભુપેન્દ્રસિંહ ઝાલા તથા વુમન પો.કોન્સ તેજલબેન ભીખાભાઈ દેસાઈનાઓ જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.