આ કામના આરોપીએ ફરીયાદીના વાલીપણામાંથી ભોગ બનનારને ભગાડી જતા ધારી પોસ્ટેમાં ગુન્હો રજી થયેલ અને જે કામે આરોપી પકડાઇ જતા નામદાર હાઇકોર્ટમાંથી જામીનમુક્ત થઇ આ કામની ભોગ બનનાર સગીરવયની હોવાનુ જાણવા છતા પણ ફરીયાદીના વાલીપણામાંથી ભોગ બનનારને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ,

જે અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના વિરૂધ્ધ ઉપર મુજબનો ગુન્હો રજી. થયેલ અને નામદાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટ અમરેલી દ્વારા CRPC ક. ૭૦ મુજબનું વોરંટ ઇશ્યુ કરેલ જે કામે આરોપી આજદીન સુધી ફરાર હતો

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા અન્વયે . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા,

અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૧૧૨૦૦/૨૦૨૧ IPC કલમ ૩૬૩,૩૬૬ પોકસો કલમ-૧૮ વિ. મુજબના કામે અમરેલી જીલ્લાના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીઓને ભોગબનનાર સાથે શાપર(વેરાવળ) શીતળા માતાજીના મંદીર પાસે રામનાથપરા ખાતેથી તા.૧૪/૦૫/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરીઆગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પો.સ્ટે. ને સોપવા તજવીજ કરેલ.

પકડાયેલ આરોપી :-

મયુર રમેશભાઇ માધડ

ઉ.વ.આશરે-૨૧ વર્ષ,ધંધો-મજુરી, રહે.ધારી, જૂના સીનેમા રોડ,ડો.આંબેડકર નગર, તા.ધારી,જી.અમરેલી, હાલ-શાપર(વેરાવળ) તા.જી.રાજકોટ,

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-

(૧) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૧૧૨૦૦/૨૦૨૧ IPC કલમ ૩૬૩,૩૬૬ પોકસો કલમ-૧૮ વિ.

(ર) ધારી પોસ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૧૮૨૦૧૩૫૪/૨૦૨૦ પ્રોહી ક. ૬૫(એ)(ઇ),૮૧,૮૩ વિ

(૩) ધારી પોર્સ્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૧૮૨૧૦૨૨૨/૨૦૨૧ IPC ક. ૩૭૬(૨)

(૪) ૩૬૩,૩૬૬ પોક્સો ક.૪,૬,૧૮ (૪) નામ.દાર સ્પેશ્યલ પોકસો કોર્ટ રાજુલા દ્વારા આરોપીનું પકડ વોરંટ ઇશ્યુ કરેલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ.પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. હીંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ સતારભાઇ શેખ, તથા વુ. કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.