દ્વારકામાં ટ્રાફિક સમસ્યા સ્થાનિકો માટે બન્યો માથા નો દુખાવો....

દ્વારકામાં અસંખ્ય યાત્રાળુ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે અને હાલ વેકેશન ચાલી રહ્યું હોય તે દરમિયાન દરરોજના દ્વારકા માં લાખો ની સંખ્યામાં વેકેશન મનાવવા બહાર થી લોકો આવે છે પરંતુ વહેલી સવારે દ્વારકા ની અંદર અને સાંજના સમયે આ મોટા વાહનો ના કારણે એટલું ભયંકર ટ્રાફિક થાય છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવું પણ મુશ્કેલ થાય છે પરંતુ ગોર નિંદ્રામાં સૂતેલું ટ્રાફિક વ્યવસ્થા ચલાતુ તંત્ર આંખ આડા કાન કરીને જોઈ રહ્યું છે કે આ મુદ્દો હજી ભયંકર સ્વરૂપ લે અને દ્વારકા ની જનતા ટ્રાફિક સમસ્યા થી કંટાળી જાય પછી સુતેલુ તંત્ર જાગશે અને ટ્રાફિક મુદ્દે ધ્યાન દેસે તેવું લાગી રહ્યું છે બધાજ શહેરોમાં મોટા વાહન અને ટ્રાવેલ્સ ઓફીસો શહેર ની બાર હોય છે પરંતુ દ્વારકા ની અંદર તો વચ ગામ ની અંદર ઓફિસો આવેલી છે અને બધા પેસેન્જર ચડ ઉતર પર વચ ગામની ઓફિસો થી કરે છે પછી ગામના લોકો ભલે ને ટ્રાફિક ની સમસ્યાથી જુજી રહ્યા હોય પણ એ તો મુદ્દો ગામના લોકો નો છે ક્યાં આ મોટી મોટી ઓફિસો ચલાવતા શેઠિયાનો છે કે આ ગરીબ લોકો નો મુદ્દો દ્વારકા ટ્રાફિક વ્યવસ્થા ચલાવતું તંત્ર ધ્યાનમાં લઈ ને ટ્રાફિક વ્યવસ્થા સુધારશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ આ અહેવાલ ને નજર અંદાજ કરી દેશે એ તો આવનારો સમય બતાવશે.