ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં લગભગ 3500 જેટલા જૈન પરિવારના ઘર હતા. અત્યારે સમયાંતરે જતા 425 જેટલા જૈન ના ઘરો રહ્યા છે. આ નેમિનાથ ભગવાનના જીનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ વદ સાતમ 28/05/1978 ના દિવસે પૂજ્ય આચાર્ય ભગવત શ્રી કૈલાશ સાગર સૂરીશ્વર મહારા સાહેબ ના વરદ હસ્તે થયેલ છે. ત્યારથી આ દિવસ સુધી આજના દિવસે પરમાત્મા નેમિનાથ દાદા ના જીનાલયની સાલગીરા મહોત્સવ રંગે ધામધૂમથી અહીંના સંઘના તમામ ભાઈઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજના દિવસે પરમાત્માને હીરા જડિત આંગી પણ કરવામાં આવે છે.તેમજ આજે સવારે 17 ભેદી પૂજા અહીં દેરાસરમાં ભણાવેલ છે, તેમજ સોનામાં સુગંધ ભળે તેમ આજરોજ પૂજ્ય આચાર્ય મહારા સાહેબ શ્રી શિવસાગર સૂરીશ્વર જી મારા સાહેબની નિશ્રામાં આજનો આ મહોત્સવ સંપન્ન થયો