રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મનોજ સોરઠીયાએ વડાપ્રધાનના સુરત પ્રવાસ આવવા પાછળનું જણાવ્યું કારણ
સુરત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનું સુરતમાં નરેન્દ્ર મોદીના...
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
Delhi News: CM Atishi ने सड़कों की स्थिति का निरीक्षण करने के बाद कह दी बड़ी बात | AAP | Aaj Tak
કાંકરેજમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને ડીસામાં બનાસકુલ પાસે નડ્યો હોવાની ઘટના સામે આવી
કાંકરેજમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને ડીસામાં બનાસકુલ પાસે નડ્યો હોવાની ઘટના સામે આવી
চৰাইদেউত কৃষকৰ শালি ধানৰ খেতিত শুৰ পোকৰ আক্ৰমনক তৎকাকালিন প্ৰতিহত কৰাৰ চেষ্টা জিলা কৃষি বিভাগৰ
চৰাইদেউত কৃষকৰ শালি ধানৰ খেতিত শুৰ পোকৰ আক্ৰমনক তৎকাকালিন প্ৰতিহত কৰাৰ চেষ্টা জিলা কৃষি বিভাগৰ