દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઇ તા. ૨૫/૪૪૦ર૩ના કલાક ૨૩/૦૦ થી તા.૨૬૪૪૪ર૦ર૩ના કલાક ૬૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન મોજું ઓખા ભૂંગા મદ્રેશાની બાજુમાં તા.ારકા ખાતે ફરીયાદીશ્રીના નાનાભાઇના રહેણાંક મકાનમાંથી એક મોબાઇલ ફોન કિ.રૂ. ૩૦૦૦/- સહિત રોકડ રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨૩,૦૦૦/- ની મતાની ધરફોડ ચોરી થતા જે બાબતે ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૮૫૦૦૬૨૩૦૨૩૫/૨૦૨૩ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધનો અનડીટેકટ ગુનો ગઇ તા. ૭/પ/ર૦ર૩ના રોજ નોંધાયેલ હતો.

જિલ્લામાં આ પ્રકારના મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ સત્વરે શોધી કાઢવા સબબે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડીશ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન આધારે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ નાઓની સુચનાથી પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચર નાઓ આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા બાબતે ટેકનીકલી તથા હયુમન સોર્નિસ આધારે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન આજરોજ પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારીની ટીમના એ.એસ.આઇ. અરજણભાઇ નારણભાઇ મારૂ તથા હેડ કો. ડડુભાઇ વજાભાઇ જોગલ નાઓની સંયુકત બાતમી હકિકત આધારે મોજે ઓખા બર્માસેલ કવાર્ટસમાં રહેતા કાદર ઉર્ફે કાદરીયો સાઓ અબ્દુલ નુરમામદ તુરા, જાતે-સંઘી મુસ્લીમનાઓને મોજે ખંભાળીયા હોસ્પીટલ અંડરબ્રીજ પાસે, સલાયા રોડ ખાતેથી શકમંદ હાલતના રેડમી મોબાઇલ ફોન કિ.રૂ. ૩૦૦૦/- તથા રોકડ રૂ. ૬૯૫૦/- મળી કુલ રૂ. ૯૯૫૦- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પી સાઇ.શ્રી બી.એમ દેવમુરારી નાઓએ તેઓ વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કાર્યવાહી કરી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી આગળની વધુ તપાસ અર્થે મજકુર આરોપીને ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી-કમર્ચારીશ્રીઓઃ-

(૧) પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ (ર) પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી (3) પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચર, (૪) એ.એસ.આઇ. અરજણભાઇ નારણભાઇ મારૂ (પ) એ.એસ.આઇ. અજીતભાઇ લાભુભાઇ બારોટ (૬) અહેડ કો. ડાડુભાઇ વજાભાઇ જોગલ (૭) હેડ કો. દિનેશભાઇ માડમ (૮) પો.કો. સચીનભાઇ નકુમ (૯) ડ્રા.પો.કો. વિશ્વદિપસિંહ ધનશ્યામસિંહ જાડેજા