*ત્રિકમ સાહેબ મંદિર મધ્યે રામ કથા માં કોમીએકતા નાં દર્શન*
સંતશ્રી ત્રિકમ સાહેબ મંદિર , સિંહ ટેકરી , કોટડા(જ) - કચ્છ મધ્યે સાંસદસભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજિત વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત પૂ. મોરારી બાપુ નાં શ્રીમુખે રામ કથા માં કચ્છ ની કોમીએકતા અને ભાઈચારા નાં પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ એ વિશેષ ઉપસ્થિતી આપી હતી. પૂ. મોરારી બાપુ નું કચ્છી પાગડી થી તેમજ નિમિત્ત પરિવાર નો સન્માન કર્યું હતું. પીર સૈયદ કૌશરઅલી બાપુ એ પૂ. મોરારી બાપુ ને વિશ્વ નાં ઇસ્લામિક વિદ્વાન શૈખુલ ઇસ્લામ ડો. તાહીર ઉલ કાદરી સાહેબ લિખિત 'અ રિયલ સ્કેચ ઓફ પ્રોફેટ મોહમ્મદ' અને દુઆગીર પીર મખદુમઅલી હાજીતકીશા બાપુ લિખિત 'માનસ મોહબ્બત એક જ્યોત' પુસ્તક અર્પિત કર્યું હતું.
આ પ્રસંગે પૂ. મોરારી બાપુ એ કોમીએકતા નાં પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ ની સેવાઓ ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.કચ્છ ની કોમીએકતા, ભાઈચારા અને સમાજલક્ષી સેવા ભાવના ની પ્રશંસા કરી હતી.
પીર સૈયદ કૌશરઅલીશા બાપુ એ જણાવ્યું હતું , કે પૂ. મોરારી બાપુ કોઈ એક સમાજ નાં નહિ પરંતુ સમસ્ત સમાજો નાં ધર્મગુરુ છે.મોરારી બાપુ ની કથા માં ઉપસ્થિત રહેવું એક સદ્દભાગ્ય છે. પૂ. બાપુ ની રામકથા દરેક સમાજ માટે એ કોમીએકતા નો રામસેતુ છે.
કચ્છ ની સૂફી સંતો , પીરો - ફકીરો ની ધરતી પર આવા સંત નાં આગમન ને આવકારીયે છીએ. આપણો દેશ એક એવું મહાન દેશ છે જ્યાં સર્વ ધર્મ નાં લોકો હંમેશા સદભાવના થી રહે છે. આ દેશ પોતાની ધાર્મિક લાગણીઓ શ્રદ્ધાઓ થી હંમેશા પ્રગતિ કરતો રહેશે. સર્વે લોકો ને કોમીએકતા , ભાઈચારા , અહિંસા સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા ની શીખ આપી ધાર્મિક ઉશ્કેરણી થી દૂર રહેવા તેમજ દેશ અને પોતાના સમાજ માટે હંમેશા સારા કર્યો કરી જીવન મંગળમય બનાવવા જણાવ્યું હતું.કૌશરઅલી બાપુ એ વિશેષ માં જણાવ્યું કે પૂ.મોરારી બાપુ ની દરેક રમકથાઓ માં મારાં પૂ. પિતાશ્રી કોમીએકતા નાં પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ (ર.અ.) વિશેષ ઉપસ્થિત રહી કોમીએકતા નું સંદેશ પાઠવતા હતા.આ પ્રસંગે પીર સૈયદ અસગરહુસૈન હાજીમખદુમઅલી બાપુ , પીર સૈયદ ઇસ્માઇલશા નસીબશા , યુનુસભાઈ ખત્રી , હિમાંશુ ગોર , ઝહીરભાઈ સમેજા , એડવોકેટ ઔનઅલીભાઈ નારેજા , સમદભાઈ નારેજા , અલ્તાફ સુરાણી તેમજ વિવિધ સમાજો નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.