પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના રામપરા - ૨ ગામેથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૬૭,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

 ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા અમરેલી એલ.સી.બી.ટીમે ગત તા.૦૬/૦૫/૨૦૨૩ નાં

મળેલ બાતમી આધારે પીપાવાવ મરીન પો.સ્ટે. ના રામપરા - ૨ ગામેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની ચેન્નઇ સુપરકિંગ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો’” રમી/રમાડતા ત્રણ ઇસમોને પકડી પાડી, તેમજ બે ઇસમો હાજર નહીં મળી આવેલ હોય, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) લાભુભાઈ દેવાયતભાઇ વાઘ, ઉં.વ.૩૦, રહે.રામપરા-૨, તા.રાજુલા, જિ.અમરેલી.

(૨) ભુપતભાઈ દેસુરભાઇ પીંજર, ઉ.વ.૩૭, રહે.હડમતીયા, તા.રાજુલા, જિ.અમરેલી.

(૩) દુલાભાઈ ભીખાભાઇ લાખણોત્રા, ઉં.વ.૩૦, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી.

પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૪) કનુભાઈ ભીખાભાઇ વાઘ, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી.

(૫) લાલાભાઈ લખમણભાઇ રામ, રહે.ભેરાઇ, તા.રાજુલા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ -

રોકડા રૂ.૧૦,૩૨૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ૪ કિ.રૂ.૫૭,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ડાયરી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬૭,૩૨૦/- નો મુદ્દામાલ. – -

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકહિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા તથા પો.કોન્સ. લિલેશભાઇ બાબરીયા, વિનુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.