અંગાશી (હરસિદ્ધ) માં ની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન*
પાટણ જિલ્લાની પાવન ધરા કુણઘેર ખાતે *અંગાશી (હરસિદ્ધિ ) માં ના નવનિર્મિત મંદિર અને ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું* આયોજન અખા સોઢા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
*પ્રથમ દિવસે આનંદનો ગરબો,દ્વિતીય દિવસે લાઈવ ફૂલાના ગરબા તથા પાલખી યાત્રા અને તૃતિય દિવસે રમેલનું* આયોજન કરવામાં આવ્યું હતું..
*માં ના રૂડા અવસરમાં 5 હજારથી પણ વધુ શ્રદ્ધાળુએ દિવ્ય દર્શન અને ભોજન પ્રસાદનો લાહવો* લીધો હતો.
*મુખ્ય જમણવારના દાતા સ્વ.હઠીસિંહ ખેમસિંહ પરિવાર દ્વારા 3 લાખનું દાન(હસ્તે.બળવંતસિંહ,નરેન્દ્રસિંહ,શૈલેન્દ્રસિંહ) આપી ઉત્તમ ધાર્મિકતા બતાવી હતી*.સમસ્ત અખા સોઢા પરિવારના 19 ભાઈઓ દ્વારા પણ 5 લાખ થી પણ વધુ રકમની સેવા આપી હતી તથા અન્ય સેવાભાવી સ્વજનોએ પણ યથા શક્તિ દાન કર્યું હતું.
આયોજકના આમંત્રણને માન આપી શ્રી સુખદેવસિંહ સોઢા (પૂર્વ પ્રમુખ બી.કે),બલવંતસિંહ સોલંકી(ACP, અમદાવાદ), ડૉ.ડી.વી.ઠાકોર(જિલ્લા ભાજપ પ્રમુખ,પાટણ),કમલભાઈ મોઢ(સબ રજીસ્ટાર,HNGU),સેતાનસિંહ,ભીખુભા અને નરેન્દ્રસિંહ સોઢા (દૈસર),અર્જુનસિંહ (કિલાણા),વનરાજસિંહ ઠાકોર (પ્રમુખ હારીજ તાલુકા પંચાયત), સંજયભાઇ ઠાકોર(યુવા પ્રમુખ,હારીજ),બચુભાઈ નાયક(ચુડેલ માં),ઝીલુજી જાડેજા,રાણાજી સોલંકી,જયેન્દ્રસિંહ ઝાલા,પરાગજી,બાબુસિંહ,જોરાજી પરમાર,લક્ષ્મણસિંહ,લાલભાઈ પટેલ,દિલીપસિંહ જાડેજા વગેરે મહેમાન ઉપસ્થિત રહીને દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
સમગ્ર પ્રતિષ્ઠાને સફળ બનાવવા માટે નરેન્દ્રસિંહ,મદારસિંહ,ભુપતસિંહ,કેસરીસિંહ,વિક્રમસિંહ, દશરથસિંહ,અરવિંદસિંહ,સ્વરૂપસિંહ,સંજયસિંહ,મેહુલસિંહ,જયસિંહ,વિપુલસિંહ,અનિરુદ્ધસિંહ, વિશ્વરાજસિંહ,જયપાલસિંહ,શંકરસિંહ વગેરે ભારે જહેમત ઊઠાવી હતી તેમ આયોજક શૈલેન્દ્રસિંહ સોઢા એ જણાવ્યું હતું...