સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા ( SIDBI ) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે હસ્તકલા કારીગર મહિલાઓની તાલીમ યોજાઈ..
EDII ના નિષ્ણાતો દ્વારા કોકોનટ કોયર , જૂટ જેવી આર્ટની તાલીમ અને નવી આધુનિક ડિઝાઇન , માર્કેટ સપોર્ટ , ક્રેડિટ લીંકેજની માહિતી આપવામાં આવી
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા ( SIDBI ) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે SACRED પ્રોજેકટ અંતર્ગત પાલનપુર ખાતે હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોને આજીવિકા મળી રહે તે હેતુસર તાલીમ યોજાઈ હતી. જેમાં Entrepreneurship Development Institute of India ( EDII ) ના અનુભવી નિષ્ણાતો દ્વારા કારીગર મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતનો સાંસ્કૃતિક કલા વારસો અને વિલુપ્ત થતી કલા તેમજ આ કલા સાથે સંકળાયેલા કારીગરો ( આર્ટિસન ) ને આજીવિકા મળી રહે તે માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા ( SIDBI ) ના સહયોગ થી દેવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લામાં આર્ટિસન માટે Swavalamban Artisan Cluster Resouce and Enterpreneurship Development (SACRED) પ્રોજેક્ટ કરવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે EDII ના અનુભવી નિષ્ણાતો દ્વારા બહેનોને હસ્તકલાના ક્ષેત્રમાં કોકોનટ કોયર , જૂટ જેવી આર્ટ ની તાલીમ અને નવી આધુનિક ડિઝાઇન , માર્કેટ સપોર્ટ , ક્રેડિટ લીંકેજની માહિતી આપવામાં આવી હતી..
તાલીમ અન્વયે ઉત્સાહિત કારીગરોને ઉદ્યોગ સાહસિકતા તેમજ આધુનિક ડિઝાઈન બનાવવાની તાલીમ અપાવીને તેઓ દ્વારા બનાવેલ પ્રોડકટ વેચાણ થાય તે માટે સહાય કરવામાં આવનાર છે. આ પ્રોજેકટ થકી બનાવેલી પ્રોડક્ટનું વેચાણ કરી મહિલાઓ આત્મનિર્ભર બની આર્થિક સદ્ધરતા સાથે સ્વમાનભેર જીવન પસાર કરી શકશે .
તાલીમમાં સૌરભ બાજપાઈ, ડી.જી.એમ., સીડબી , વિષ્ણું પ્રસાદ, એસોસીએટેડ મેનેજર, સીડબી, નિલેશભાઈ પંડયા, પ્રમુખ , દેવ ફાઉન્ડેશન, EDII બનાસકાંઠાનો સ્ટાફ અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.