જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રીનો જીવ બચ્યો
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કુતિયાણાના કાના કૂવા વિસ્તારમાં રહેતા શ્રમિક મહિલા ગીતાબેન રાહુલભાઇ ચોહાણ ઉંમર વર્ષ 26 મહીલા સગર્ભા હોય તેમને પ્રસુતિની પીડા ઉપડતા સૌપ્રથમ વાર CHC કુતિયાણા ખાતે ગયેલ ત્યાં ફરજ પરના ડો. અમિત કોડિયતર દ્વારા તપાસ કરતાં આ મહીલાને અગાઉ ડિલિવરી વખતે ખેચ આવેલ હોય માટે આ સગર્ભા મહીલા જોખમી જણાતા કુતિયાણા CHC ના મેડિકલ ઓફિસર દ્વારા પોરબંદર લેડી હોસ્પિટલ રાણાકંડોરણા 108 માં આ મહીલા સગર્ભાને રિફર કરવામાં આવ્યા હતા 108 માં ફરજ પરના EMT મનીષ પરમાર અને પાઇલોટ પરેશભાઇ બગડા આ મહીલા દર્દીને લેવા માટે તાત્કાલિક લેવા માટે નિકળી ગયા હતા આ મહિલાને એમ્બ્યુલન્સમાં લીધા બાદ મહીલા દર્દીને પ્રસુતિની પીડામાં વધારો થતાં અમદાવાદ 108 હેડ ઓફિસના ઇમરજન્સી ફિઝિશિયનના સલાહ મુજબ આ મહીલાની EMT મનીષ પરમાર દ્વારા સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી જરુરી સારવાર આપ્યા બાદ માતા પુત્રીને પોરબંદરની લેડી હોસ્પિટલ માં સીફ્ટ કર્યા હતા
જોખમી ડિલિવરીમાં 108 ના સ્ટાફે નોર્મલ ડિલિવરી કરાવતા માતા પૂત્રીનો જીવ બચ્યો હતો દર્દીના સગા એ 108 ના સ્ટાફને બિરદાવ્યો હતો
આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાધ્યાય અને જિલ્લા કોર્ડીનેટર જયેશ જેઠવાએ અભિનદન પાઠવ્યા હતાં